૭ યુવાનોએ ગિરનારની ટોચે ત્રિરંગો લહેરાવ્યો

વર્ષ હતું ૨૦૦૮ અને મહિનો ઓગષ્ટ. જૂનાગઢનો મિતેષ રાજુભાઇ દવે નામનો યુવાન પોતાનાં મિત્રો સાથે લેહથી સાઇકલ ઉપર ૨૬૦ કિ.મી.નું અંતર કાપી કારગીલ પહોંચ્યો. જ્યાં ભારતીય લશ્કરની ચોકીમાં ત્રિરંગો લહેરાતો જોઇ જો આટલી ઊંચાઇએ ધ્વજ ફરકાવી શકાતો હોય તો ગીરનાર ઉપર શા માટે નહીં? એવો સવાલ મનમાં ઉઠ્યો. જે આ વર્ષે સાકાર થયો.

તા. ૧૫ ઓગષ્ટ, ૨૦૧૦ ની સવારે વડાપ્રધાન મનમોહન સિંહ લાલ કિલ્લા ખાતે પ્રવચન આપી રહ્યા હતા એ જ વખતે જૂનાગઢનાં મિતેષ દવે, નીમિત્ત જોષી, દીપક માંકડ, અંકિત શુક્લ, નિશાંત અઢીયા, દર્શન વાડોલીયા અને જીજ્ઞેશ જોષી નામનાં યુવાનો જુદી જુદી ત્રણ ટુકડીઓમાં ગીરનારનાં અંબાજી, ઉપલા દાતારની જગ્યાથી ઉપર આવેલી નવનાથની જગ્યા અને મૌની આશ્રમ ઉપરની લક્ષ્મણ ટેકરી ઉપર આરોહણ શરૂ કરી ચુક્યા હતા. 

અંબાજી જતી ટુકડીને ખાસ તકલીફ ન પડી પરંતુ બીજી બે ટુકડીઓને લપસણા રસ્તા, ખડકાળ જમીન ઉપરનાં અણિયાળાં પથ્થરો, વરસાદ, વગેરે નડ્યાં. મિતેષ કહે છે હાથમાં રહેલો ત્રિરંગો જ અમારી હિંમત બની રહ્યો. નિધૉરિત સ્થળે પહોંચ્યા અને ત્યાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો એ વખતે અમારો બધો જ થાક દૂર થઇ ગયો. આપણો ધ્વજ હંમેશાં આકાશને આંબતી ઉંચાઇએ જ ફરકવો જોઇએ એવી ધૂન અમને દરેક પર્વતની ટોચે ખેંચી ગઇ એમ આ યુવાનોએ જણાવ્યું હતું.

છેલ્લે શામળદાસ ગાંધીએ ધ્વજવંદન કર્યું હતું - 
ગીરનાર ઉપર આ અગાઉ શામળદાસ ગાંધીએ ધ્વજ વંદન કરેલું એમ અંબાજીનાં મહંત મોટાપીરબાવા તનસુખગીરીજીએ સાતેય યુવાનોને આશીર્વચન આપતાં કહ્યું હતું


Source: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/article/SAU-7-man-hang-flag-on-girnar-1264786.html

Jeevan Jyot Kendra

Create your badge